દેશના અલગ-અલગ રાજ્યોમાં CAA સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, આ પ્રદર્શન હિંસક બન્યુ છે. તેના પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી આ ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું છે.
નાગરિકતા કાયદાનો વિરોધ દુર્ભાગ્યપૂર્ણઃ મોદી - CAA
નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA)નો વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે, વડાપ્રધાને ટ્વિટ કરી આ અંગે પર દુઃખ વ્યક્ત કર્યું હતુ.
![નાગરિકતા કાયદાનો વિરોધ દુર્ભાગ્યપૂર્ણઃ મોદી નાગરિકતા કાયદાનો વિરોધ દુર્ભાગ્યપૂર્ણઃ મોદી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5390787-351-5390787-1576497500690.jpg)
નાગરિકતા કાયદાનો વિરોધ દુર્ભાગ્યપૂર્ણઃ મોદી
વડાપ્રધાનએ કહ્યું કે, નાગરિકતા બિલ સામે હિંસક વિરોધ દુર્ભાગ્ય પૂર્ણ અને દુઃખદ છે, ડીબેટ, વાતચીત અને અસંતોષ લોકતંત્રનો જરૂરી ભાગ છે, પણ ક્યારેય જાહેર સંપતિને નુકશાન પહોચાડવું ન જોઇએ અને તેના કારણે સામાન્ય જનજીવનમાં અશાંતિ ફેલાય છે.
CAAનો વિરોધ લોકોના ગુસ્સો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો અને આ નવા કાયદાના કારણે દેશના અલગ અલગ ભાગમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે, દેશની રાજધાની દિલ્હીથી લઇને પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, કેરળ, મહારાષ્ટમાં પ્રદર્શન થઇ રહ્યો છે.