નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને સામાજિક અંતરનું મહત્વ સમજાવ્યું છે. એક મિનિટના વીડિયોમાં બાળકોએ જણાવ્યું કે, સામાજિક અંતર બનાવીને કોરોનાને હરાવી શકાય છે.
શું તમે સામાજિક અંતર દર્શવતો બાળકોનો વીડિયો જોયો?, જે PM મોદીએ પણ શેર કર્યો છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
સોશિયલ મીડિયા પર બાળકોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બાળકો સમજાવી રહ્યાં છે કે, જો આપણે સામાજિક અંતરનું પાલન નહીં કરીએ તો આપણે બધા કોરોનાનો શિકાર થઈ શકીએ છીએ. આ વીડિયોને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર શેર કર્યો છે.
સોશ્યિલ મીડિયા
બાળકોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શાળાના બાળકોએ ઇંટોથી એક ગોળ વર્તુળ બનાવ્યું છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, એક ઇંટ પડવાથી બઘી ઇંટો પડી જાય છે. આ દ્વારા બાળકો સમજાવે છે કે, સામાજિક અંતરનું પાલન નહીં કરીએ તો આપણે બધાં કોરોનાની ઝપેટમાં આવી શકીએ છીએ.
PM મોદીએ આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'બાળકોએ રમતમાં જે કહ્યું છે, તે કોરોના જેવી મહામારી સામે બચવા માટેની એક બહુ મોટી શીખ છે.'