નવી દિલ્હીઃ બૉલિવૂડના પ્રખ્યાત એક્ટર ઇરફાન ખાનનું બુધવારે નિધન થયું છે, ત્યારે સમગ્ર બૉલિવૂડ સહિત દેશવાસીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. એવામાં દેશના વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
બૉલિવૂડના અભિનેતા ઇરફાન ખાનના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ - PM મોદીએ ઇરફાન ખાનના નિધન પર ટ્વીટ
29 એપ્રિલ, 2020 એટલે કે, વર્લ્ડ ડાન્સ ડેના દિવસે એક દિગ્ગજ કલાકારને જગતે ગુમાવ્યા છે, ત્યારે ઇરફાન ખાનના નિધન પર દેશના વડાપ્રધાને પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
PM MOdi
વડાપ્રધાન મોદીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, સિનેમા જગતના દિગ્ગજને આજે આપણે ગુમાવ્યા છે. તે પોતાના અલગ જ અંદાજ, એક્ટિંગ અને કલાકારીના જૂદા-જૂદા માધ્યમથી હંમેશા આપણી વચ્ચે રહેશે અને આપણે તેને યાદ કરીશું.
આ ઉપરાંત PM મોદીએ આ દુઃખદ ઘડીએ તેના પરિવારને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને ઇરફાન ખાનની આત્માને શાંતિ અર્પે તેવી દુઆ માગી હતી.