નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલન કરી મતદાન કરવાનું તેમજ લોકતંત્રના પર્વમાં ભાગ લેવાની અપીલ કરી છે.
બિહાર વિધનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 16 જિલ્લાની 71 વિધાનસભા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 7 કલાકથી શરુ થયું છે. બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આગ્રહ કર્યો કે કોવિડ-19 સબંધી સાવચેતી તેમજ લોકતંત્રના આ પર્વમાં ભાગ લ્યો, દો ગજ કી દુરનું ઘ્યાન રાખો, માસ્ક જરુર પહેરો.
પહેલા મતદાન પછી જળપાન