- વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો શિડ્યુલ ચેન્જ
- કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળ્યા
- કેશુભાઈ પટેલનું નિધન થતા વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર
- નરેશ કનોડિયા ના પરિવાર ને સાંત્વના પાઠવશે વડા પ્રધાન મોદી
અમદાવાદ : કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી કેવડિયા જશે.
જાણો કાર્યક્રમની રૂપરેખા
- સવારે 10.00 વાગ્યે ગાંધીનગરમાં સ્વ.કેશુભાઇ પટેલના આપશે શ્રદ્ધાંજલિ
- બપોરે 12.00 વાગ્યે કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ધાટન
- બપોરે 12.00 વાગ્યે એકતા મોલનું ઉદ્ધાટન અને તે બાદ બાળ પોષણ પાર્કનું ઉદ્ધાટન
- બપોરે 03.45 વાગ્યે જંગલ સફારી અને જિયોડેસિક ડોમ એવિયરીનું ઉદ્ધાટન
- સાંજે 5.00 વાગ્યે વડાપ્રધાન વિભિન્ન પરિયોજનાઓનું શિલાન્યાસ કરશે
- સાંજે 7.00 વાગ્યે ડાયનામિક લાઇટિંગનું ઉદ્ધાટન
- સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા મોબાઇલ એપ્લિકેશન વેબસાઇટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.