ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે "મન કી બાત" કાર્યક્રમમાં દેશને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવાર) સવારે 11 કલાકે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. આ દરમિયાન વડાપ્રધાન દેશ અને વિદેશમાં જનતાની સાથે તેમના વિચારો રજુ કરશે. આ મન કી બાત 2.0નું 18મું સંસ્કરણ છે.

Prime Minister Narendra Modi
Prime Minister Narendra Modi

By

Published : Nov 29, 2020, 8:33 AM IST

  • 11 કલાકે પ્રસારિત થશે "મન કી બાત"
  • વડાપ્રધાન મોદી કરશે દેશવાસીઓને સંબોધન
  • મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શન પર પ્રસારિત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. રેડિયો કાર્યક્રમની આ 71મી આવૃતિ છે. મન કી બાત કાર્યક્રમને આકાશવાણી અને દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોમ્બરના રોજ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.

PM મોદીનો દેશવાસીઓ સાથે વાર્તાલાપ

આપને જણાવી દઈએ કે, સવારે 11 કલાકે ડીડી ભારત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. "મન કી બાત" દર મહિનાના અંતિમ રવિવારે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થતો કાર્યક્રમ છે. જેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે વાર્તાલાપ કરે છે.

ABOUT THE AUTHOR

...view details