ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમારા માટે ગાંધી ટ્રેલર હશે, અમારા માટે ગાંધી જીંદગીઃ PM મોદી - પાક વીમા યોજના

સંસદનું બજેટ સત્ર ગત 31 જાન્યુઆરીના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના અભિભાષણની સાથે શરુ થયું હતું. જેના આભાર પસ્તાવ અંગે થઈ હતી. આજે વડાપ્રધાન મોદી આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો.

etv bharat
etv bharat

By

Published : Feb 6, 2020, 2:10 PM IST

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર ગત 31 જાન્યુઆરીના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના અભિભાષણની સાથે શરુ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો, ત્યારબાદ ધન્યવાદ પ્રસ્તાવને લોકસભામાંથી મંજૂર કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યું કે, તમારા માટે ગાંધી ટ્રેલર હશે, અમારા માટે ગાંધી જીંદગી છે. આપણે સૌને દિશા દેનારું આ અભિભાષણ છે.

PM મોદીના ભાષણના અંશો

  • સરકાર બદલી છે, સરોકાર પણ બદલવાની જરૂર છે. નવા વિચારની જરૂર છે.
  • આપણે પહેલાની જૂની રૂઢિ પ્રમાણે ચાલતા અને એ રસ્તાઓ પર ચાલવાની આદત પડી ગઈ હોત તો કદાચ 70 વર્ષ બાદ પણ આ દેશમાંથી અનુચ્છેદ 370 નાબૂદ ના થતો.
  • મુસ્લિમ બહેનોને ત્રણ તલાકની તલવાર ડરાવતી રહેતી.
  • રામ જન્મભૂમિ આજે પણ વિવાદોમાં રહેતી.
  • કરતારપુર સાહિબ કોરિડોર ક્યારેય ન બનતો અને ન તો બાંગ્લાદેશ સાથે સરહદ વિવાદનો નિવેડો આવતો.
  • પૂર્વોત્તરમાં સુરજ ઉગતો હતો, પણ સવાર નહોતી થતી
  • પૂર્વોત્તર અમારા માટે માત્ર એક વિસ્તાર નથી. ત્યાંના એક એક નારિકતા સાથે આગળ વધવાની તક મળી
  • સતત અમારા પ્રધાનો ત્યાં ગયા અને લોકો સાથે સંવાદ કર્યો.
  • લોકોને રસ્તા, વીજળી, ટ્રેન અને સેવાઓ આપવામાં આવી છે.
  • પ્રયાસ તો પહેલા પણ કરાયા અને આજે પણ થઈ રહ્યા છે. પહેલા પૂર્વોત્તરમાં સૂર્ય તો ઉગતો હતો પણ સવાર નહોતી પડતી.
  • સિંચાઇ યોજના 20 વર્ષથી પડી હતી. અમે આવી 99 યોજનાઓને લક્ષ્ય સુધી લઈ ગયા છે.
  • પીએમ પાક વીમા યોજના અંતર્ગત ખેડુતોમાં વિશ્વાસ ઉભો થયો છે. 13 હજાર કરોડનું પ્રીમિયમ આવ્યું,
  • ખેડૂતોને વીમા તરીકે 56 હજાર કરોડ મળ્યા. અમે ઇચ્છીએ છીએ કે ખેડૂતોનું ઇનપુટ ઓછું હોય,
  • અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. ઇનામ યોજના - ખેડૂત બજારમાં માલ વેચી શકે છે.
  • પોણા 2 કરોડ ખેડૂતો જોડાયા છે. પશુપાલન, મત્સ્યોદ્યોગ, મરઘાં, સોલાર એનર્જી, સોલાર પંપ પર કામ કર્યું છે.
  • 2014માં કૃષિ મંત્રાલયનું બજેટ 27 હજાર કરોડ હતું, હવે તે વધારીને 1.50 લાખ કરોડ કરવામાં આવ્યું છે.
  • પીએમ કિસાન સન્માન યોજના - પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં જાય છે. 45 હજાર કરોડ સીધા તેના ખાતામાં ગયા છે.
  • આજે વિપક્ષને પણ લાગે છે કે મોદી સરકાર જ કરશે, કારણ કે આજે તમે લોકો પણ સવાલ કરો છો કે આ કામ ક્યારે થશે.
  • અગાઉ ભ્રષ્ટાચાર અંગે ઘણી ચર્ચા થઈ હતી. બેંકિંગ, વીમા પોલિસીની વાત કરવામાં આવી હતી. પરંતુ અમે ચોક્કસ દિશામાં ચાલવાનું નક્કી કર્યું છે.
  • આજે અર્થવ્યવસ્થામાં શારીરિક ખામી પર નિયંત્રણમાં લાગ્યું છે.
  • બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ તેમના સંબોધન દરમિયાન સરકારની અનેક ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.
  • અમે મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે. આ અંગે વિપક્ષના સભ્યોએ હોબાળો કર્યો.
  • અમે નાણાકીય ખોટને કાબુમાં રાખી છે. માઈક્રો ઈકોનોમિક સ્તર પર સ્થિરતા છે.
  • અમે રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
  • દેશની અર્થવ્યવસ્થા મજબૂત થઈ શકે તેના માટે અમે ઘણા પગલા ભર્યા છે.

ABOUT THE AUTHOR

...view details