નવી દિલ્હી: ગ્રામીણ ભારતમાં ફેરફાર લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન સંપત્તિ માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનો શુભારંભ કર્યો હતો.
આ અવસર પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આ યોજના ગ્રામીણોની સુરક્ષા અને સમ્માન આપવાનું કામ કરશે. આપને જણાવી દઈએ કે, આ યોજના ગ્રામીણ ભારતને સશક્ત બનાવવા અને બદલાવ લાવવા માટે સુઘારો કરવામાં મદદ કરશે.
આના માધ્યમથી ખેડુતો તેમની જમીનની માહિતી ઓનલાઈન જોઈ શકશે. આ યોજનાની શરુઆત 24 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. વર્ષ 2024 સુધીમાં 6.62 લાખ ગામડાઓમાં લાગુ કરવામાં આવશે. આ યોજના PM ડિજીટલ ઈન્ડિયા મિશનનો એક ભાગ છે. જમીનની મોપિંગ ડ્રોન દ્વારા કરવામાં આવશે. જેની 6 રાજ્યોમાં શરુઆત થઈ ચૂકી છે.