નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારણસીમાં એનજીઓના પ્રતિનિધી સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં કોરોના વાઈરસના સંકટના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન તેમના અનાજ વિતરણ અને અન્ય સહાયતા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ શ્રાવણ મહિનો છે, ત્યારે શ્રાવણ મહિનામા વારણસીના લોકો સાથે વાત કરતા ભગવાન ભોળેનાથના દર્શન કરતા હોઈ તેવું લાગે છે. આ ભગવાન ભોળેનાથના આશીર્વાદ છે કે કોવિડ-19 સંકટમાં પણ વારણસી ઉત્સાહથી ભરપૂર છે.
અમેરિકાની વસ્તીથી બેગણી આબાદીનું ભારત મફતમાં ભરણ-પોષણ કરી રહ્યો છે: PM મોદી - ઉજ્જવલા યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરનારા એનજીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, લોકા હાલ બાબા વિશ્વનાથના દર્શન કરી શકતા નથી, પરંતુ આ સંકટના સમયમાં આપણી કાશીએ સંકટનો મુકાબલો કર્યો તે વાત પણ સાચી છે.
મોદીએ કહ્યું કે, આપ સૌ માટે તમામ સંગઠનો માટે સારી વાત છે કે, આ વખતે ગરીબોની સેવાનું માધ્યમ ભગવાને આપણે બનાવ્યા છે. એક તરફ આપ સૌ અન્નપૂર્ણા અને બાબા વિશ્વનાથના દૂત બની દરેક જરુરીયાતમંદ સુધી પહોંચે. તેમણે કહ્યું કે, મને જણાવવામાં આવ્યું કે, જ્યારે જિલ્લા પ્રશાસની પાસે ભોજન આપવા માટે તેમની ગાડીઓ ઓછી પડતા ટપાલ વિભાગે તેમની ખાલી પડેલી ગાડીઓ તેમની પોસ્ટલ વાન કામ નીચે લગાવી છે.
વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતમાં 80 કરોડથી વધુ લોકો ફી રાશન આપવામાં આવી રહ્યું છે. જેનો મોટો લાભ બનારસના શ્રમિકો અને ગરીબોને થઈ રહ્યો છે. તમે વિચારી શકો છે કે, ભારત અમેરિકાથી બેગણી આબાદીનું એકપણ રુપિયો લીધા વગર ભરણપોષણ કરી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, લૉકડાઉનના કારણે ગરીબને રસોઈ બનાવવા માટે ઈધણની મુશ્કેલી ન પડે તે માટે ઉજ્જવલા યોજનાની લાભાર્થીઓને છેલ્લા ત્રણ મહિનાથી ફીમાં ગેસ સિલેન્ડર આપવામાં આવી રહ્યાં છે.