- ઉર્જા એંડ રિસોર્સેજ ઇન્સ્ટીટયૂટ દ્વારા આયોજિત આ 20મું શિખર સંમેલન
- વડાપ્રધાન મોદી કરશે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેંટ સમિટ 2021નું ઉદ્ઘાટન
- સમિટનો વિષય 'આપણા સામાન્ય ભવિષ્યને પુનર્પરિભાષિત કરવું : બધાની માટે સુરતક્ષિત અને સકુશલ વાતારણ'
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારની સાંજે 6 કલાકે વર્ચ્યુઅલ માધ્યમથી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેંટ સમિટ 2021નું ઉદ્ઘાટન કરશે. આ સમિટનો વિષય 'આપણા સામાન્ય ભવિષ્યને પુનર્પરિભાષિત કરવુ : બધાની માટે સુરતક્ષિત અને સકુશલ વાતારણ' છે.
ઉર્જા એંડ રિસોર્સેજ ઇંસ્ટીટયૂટ દ્વારા આયોજિત આ 20મું શિખર સંમેલન
નવી દિલ્હી સ્થિત ધ ઉર્જા એંડ રિસોર્સેજ ઇંસ્ટીટયૂટ દ્વારા આયોજિત આ 20મું શિખર સંમેલન છે, જેમાં વિશ્વમાં વિકાસના અંગે બે દિવસ ચર્ચા થશે. મળતી માહિતી અનુસાર, આ સમિટને વન અને પર્યાવરણ મંત્રાલય, નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી આયોજિત કરવામાં આવી રહી છે.
મુખ્ય લોકો આપશે હાજરી
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "ડૉ. મોહમ્મદ ઇરફાન અલી-કોઓપરેટિવ રિપબ્લિક ઑફ ગુયાનના અધ્યક્ષ, જેમ્સ મારપે-પાપી ન્યૂ ગિનીના વડાપ્રધાન, મોહમ્મદ નશીદ-પીપુલ્સ મજલિસના અધ્યક્ષ, માલદીવ ગણરાજ્યના અધ્યક્ષ, અમીના જે મોહમ્મદ-સંયુક્ત રાષ્ટ્રના ઉપસચિવ અને પ્રકાશ જાવડેકર-કેંન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન પ્રધાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે."