ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી આજે 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું કરશે ઉદ્ધાટન - સત્યાગ્રહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર' નું ઉદ્ધાટન કરશે અને દિલ્હીની 36 વિદ્યાર્થિનીઓની સાથે વાતચીત કરશે. આ સાથે જ આરએસકેમાં ડિસ્પ્લે અને ઇન્સ્ટોલેશનની સાથે વિદ્યાર્થી દુનિયાના સૌથી મોટા વ્યવહાર પરિવર્તન અભિયાન, સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રા વિશે જણાવશે.

PM Modi to inaugurate Rashtriya Swachhata Kendra today
PM Modi to inaugurate Rashtriya Swachhata Kendra today

By

Published : Aug 8, 2020, 9:13 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર' નું ઉદ્ઘાટન કરશે. મહાત્મા ગાંધીને સમર્પિત રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રની વડાપ્રધાને સૌથી પહેલા ઘોષણા 10 એપ્રિલ 2017એ ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પુરૂ થવાના અવસર પર કરી હતી. આ સ્વચ્છ ભારત મિશન પર એક પરસ્પર સંવાદાત્મક અનુભવ કેન્દ્ર હશે.

એક આધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રાજઘાટની નજીક સ્થિત આરએસકેના પ્રવાસ કર્યા બાદ મોદી શારીરિક અંતરના નિયમોનું પાલન કરતા આરએસકેના સભાગારમાં દિલ્હીની 36 વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરશે. જે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરશે. જે બાદ તે સંબોધન કરશે.

આ નિવેદન અનુસાર આરએસકેમાં સ્થિત સભાગારમાં ભાવી પેઢીઓને સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રા સાથે રુબરૂ કરાવશે. આ ઉપરાંત સ્વચ્છતા જાગૃક્તા અને શિક્ષા આપવામાં આવશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સભાગાર નંબર એકમાં દર્શક 360 ડિગ્રીએ અનોખો ઑડિયો- વિઝ્યુઅલ કાર્યક્રમ નિહાળશે. જેમાં ભારતની સ્વચ્છતાની કહાની એટલે કે, દુનિયાના ઇતિહાસમાં લોકોની આદતોમાં ફેરફાર લાવનારા સૌથી મોટા અભિયાનની યાત્રા બતાવવામાં આવશે.

સભાગાર નંબર બેમાં વિભિન્ન માધ્યમોથી સ્વચ્છ ભારતના ગાંધીના સપનાને હાંસિલ કરવા માટે કરવામાં આવેલા કાર્યોની કહાની દર્શાવાશે. વધુમાં સ્વચ્છ ભારત મિશને ભારતમાં ગ્રામીણ સ્વચ્છતાની સૂરત બદલી છે અને 55 કરોડથી વધુ લોકોના ખુલ્લામાં શૌચ કરવાની આદતને બદલી છે અને તે શૌચાલયોનો ઉપયોગ કરતા થયા છે. ભારતે આ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયથી ઘણી પ્રશંસા મળી અને આપણે દુનિયા માટે એક નવી નજર રજૂ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ મિશન બીજા ચરણમાં છે, જેનો ઉદ્દેશ ભારતના ગામડાઓને ખુલ્લા શૌચાલયથી મુક્ત કરવાનો છે.

ABOUT THE AUTHOR

...view details