ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે PM મોદી ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું ઈ-લોકાર્પણ કરશે

આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું ઓનલાઈન લોકાર્પણ કરશે.

PM Modi
મોદી

By

Published : Aug 29, 2020, 10:56 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું ઓનલાઈન લોકાર્પણ કરશે. આ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી બુંલેદખંડ ક્ષેત્રની એક અગ્રણી સંસ્થા છે. શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, બપોરના 12: 30 કલાક રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું ઓનલાઈન લોકાર્પણ કરાશે.

આ પ્રયાસથી શિક્ષણના માળખાગત સુવિધામાં સુધારો થશે. કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ ક્ષેત્રે સંશોધનમાં સહયોગ થશે. કૃષિ યુનિવર્સિટીએ 2014-2015માં તેમનું પ્રથમ શૈક્ષણિક સત્ર અને કૃષિ બાગાયત અને વનીકરણમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. તેમજ કહેવામાં આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.

ABOUT THE AUTHOR

...view details