નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ 70 માં જન્મ દિવસ પર લોકો પાસે ગિફ્ટ માગી છે.
વડાપ્રધાન મોદીએ જન્મદિવસ પર દેશવાસીઓ પાસેથી માગી ખાસ ભેટ - જન્મદિવસ ગિફ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુરૂવારે 70મો જન્મ દિવસ હતો. તેમને દેશ વિદેશથી લોકોએ જન્મદવિસની શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને તેમની જન્મદિવસની ગિફ્ટ માગી છે.
તેમણે લખ્યું કે, ' લોકોએ મને પુછ્યું કે મને મારા જન્મદિવસ પર ભેટ શું જોઇએ...તેથી હું આ જણાવી રહ્યો છું..તેમણે કહ્યું કે, માસ્ક ફરજીયાત પહેરો...સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો...બે ગજની દૂરી જણાવો..પોતાની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરો..."વડાપ્રધાને લખ્યું કે,"આપણે સહુ મળીને વિશ્વને સ્વસ્થ્ય બનાવીએ..
કોરોનામાં માસ્ક પહેરવું ફરજીયાત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસ પર આ તમામ નિયમોનું કરવા માટે જણાવ્યું છે.જેથી દેશના તમામ લોકો સ્વસ્થ્ય રહે.