નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધી જયંતિ નિમિત્તે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ વૈશ્વિક અને વિદેશી ભારતીય સંશોધનકારો અને શિક્ષણવિદોને એક મંચ પ્રદાન કરે છે.
વડા પ્રધાન કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પરિષદનો હેતુ ભારતીય મૂળના દિગ્ગજોને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. જે દુનિયાભરની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વડા પ્રધાન 2 થી 31 ઓક્ટોબર દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા સંમેલનનું ઉદ્ઘાટન કરશે.