ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં "ગાંધી સોલાર પાર્ક"નું કરશે ઉદ્ધાટન - ગાંધી સોલાર પાર્ક

ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં મુખ્યાલયમાં 50 KW ના 'ગાંધી સોલાર પાર્ક'નું 24 સપ્ટેમ્બરે ઉદ્વઘાટન કરશે. આ સોલાર પાર્ક સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની ધાબા પર બનાવાયો છે. આ સોલાર ગાંધી પાર્ક ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ભારતના નક્કર પ્રયાસોનું પ્રતિબિંબ છે. પ્રથમવાર સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં રીતે ઉર્જા ઉત્પન કરવામાં આવશે. આ ઉર્જા 30,000 કિલોગ્રામ કોલસામાંથી ઉત્પન કરવામાં આવશે. તેમાં 1000 રોપાઓનું કાર્બન પણ છે જે 10 વર્ષમાં ઝાડમાં ઉગે છે. પ્લાન્ટનું વાર્ષિક સિસ્ટમ આઉટપુટ 86,244 કેડબ્લ્યુએચ હશે. દરેક પેનલની સાથે કુલ 193 ફોટોવોલ્ટેઇક પેનલ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં સૌર પેનલ્સ ઉપરાંત વનસ્પતિઓ પણ છે.

વડાપ્રધાન મોદી આજે ન્યૂ યોર્કમાં 50KW "ગાંધી સોલાર પાર્ક"નું કરશે ઉદ્ધાટન

By

Published : Sep 22, 2019, 9:24 AM IST

અમેરિકાના એક સપ્તાહના પ્રવાસે રવાના થતાં પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'તે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની છત પર લગાવવામાં આવેલી સૌર પેનલ્સ ભારતે ભેટમાં આપી છે. આ પેનલ્સ 10 લાખ ડોલરના ખર્ચે તૈયાર થઈ છે. મોદી 24મી સપ્ટેમ્બરે ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં રીમોટથી 'ગાંધી સોલાર પાર્ક'નું ઉદ્ધાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક નવ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'આ પ્રવાસમાં ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે. અમેરિકાના પ્રવાસ પર સમગ્ર દુનિયાના નેતાઓને મળવાની તક મળશે.'

મોદી આ પ્રવાસ દરમિયાન એક જ સપ્તાહમાં ટ્રમ્પ સાથે બે વાર મુલાકાત કરશે. 22મી સપ્ટેમ્બરે હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદીની પહેલી મુલાકાત થશે તેમજ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભા દરમિયાન 24મી સપ્ટેમ્બરે ડોનાલ્ડ ટ્રમ્પ - મોદી સાથે દ્વિ-પક્ષીય ચર્ચા કરશે. આજે વડાપ્રધાન 50,000 ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે.

ABOUT THE AUTHOR

...view details