નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી કોરોના વાઈરસની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા માટે ગુરુવારે એટલે કે આજે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. નોંધનીય છે કે, વડાપ્રધાને 20 માર્ચે રાજ્યના મુખ્યપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. જેમાં તેમણે કોરોના વાઈરસ અંગેની માહિતી મેળવી હતી.
આ સમય દરમિયાન, વડાપ્રધાન મોદીએ રાજ્યોમાં કોરોના વાઈરસ સામે લડત આપવા માટે કરાયેલી તૈયારી અંગેની માહિતી મેળવી હતી, ત્યારે તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન અને આરોગ્ય મંત્રાલયના ઘણા અન્ય અધિકારીઓ પણ હતાં. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કોરોના વાઈરસ અંગે લોકોને જાગૃત કરવા માટે વીડિયો કોન્ફરન્સથી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને રેડિયો જોકી સાથે વાત કરી હતી.