ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી આજે 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020'ને કરશે સંબોધન - બ્રિટનના વિદેશ પ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બ્રિટનમાં આયોજીત 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020' માં વિશ્વવ્યાપી સંબોધન કરશે.

India Global Week 2020
ઈન્ડિયા ગ્લોબલ વીક 2020

By

Published : Jul 9, 2020, 8:57 AM IST

Updated : Jul 9, 2020, 9:32 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બ્રિટનમાં આયોજીત 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020' માં સંબોધન કરવાના છે. આ કાર્યક્રમમાં PM મોદી ભારતે વ્યાપાર અને વિદેશી રોકાણની સંભાવનાઓ પર વાત કરી શકે છે. વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવનાર સંબોધન દેશ-દુનિયા માટે નવી શરૂઆતના સંબંધ પર હશે.

વડાપ્રધાન મોદી આજના કાર્યક્રમમાં લગભગ 5 હજાર લોકોને સંબોધન કરશે. 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020' ત્રણ દિવસીય કાર્યક્રમ છે. જેની થીમ 'બી ધ રિવાઈવલઃ ઈન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વલ્ડ' છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમ થકી અર્થવ્યવસ્થામાં સુધારો આવશે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ કાર્યક્રમનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, તેઓ ગુરૂવારે એટલે કે આજે 1:30 કલાકે કાર્યક્રમમાં સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારતના વૈશ્વિકરણ મામલે આ કાર્યક્રમને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અનેક વિષયો પર સંબોધન કરવાના છે. જેમાં રાજનીતિ, ટેક્નોલૉજી, બેંકિગ એન્ડ ફાઇનાન્સ, વ્યાપાર, ફાર્મા, ડિફેન્સ અને સિક્યોરિટી અને આર્ટ્સ એન્ડ કલ્ચર જેવા વિષયોનો સમાવેશ થઈ શકે છે. વડાપ્રધાનના કાર્યાલયથી મળેલી જાણકારી અનુસાર, આ કાર્યક્રમમાં બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રાબ અને ગૃહ પ્રધાન પણ સંબોધન કરશે. ભારતમાં અમેરિકાના રાજદૂત પણ આ કાર્યક્રમમાં સંબોધન કરશે. આ કાર્યક્રમાં વડાપ્રધાન મોદી સાથે વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર, કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તેમજ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર પણ હાજર રહેશે.

Last Updated : Jul 9, 2020, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details