ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્વચ્છ ભારત અભિયાનની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ, વડાપ્રધાન મોદીને મળશે એવોર્ડ - બિલ ગેટ્સ ફાઉંડેશન

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીને આ મહિનાના અંતમાં બિલ ગેટ્સ ફાઉંડેશન દ્વારા બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉંડેશનનો પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકિપર એવોર્ડથી સન્માનિત કરશે. તેમને આ સન્માન સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને નેતૃત્વને ધ્યાનમાં રાખી આપવામાં આવશે.

file

By

Published : Sep 3, 2019, 12:51 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો ગ્લોબલ ગોલકિપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ફાઉંડેશન મુજબ આ એવોર્ડ એવા નેતાને આપવામાં આવે છે, જેણે વૈશ્વિક સ્તરે વૈશ્વિક લક્ષ્યને ધ્યાને રાખી પ્રભાવી કામ કરવાની દિશામાં પ્રતિબદ્ધતા દર્શાવી હોય. મોદીને પણ સ્વચ્છ ભારત અભિયાનમાં નેતૃત્વને ધ્યાને રાખી સન્માનિત કરવામાં આવશે. તેમણે આ અભિયાનની શરુઆત 2 ઓક્ટોબર 2014માં કરી હતી.

આ મહત્વકાંક્ષી અભિયાનનું લક્ષ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ સુધી દેશમાંથી ખુલ્લામાં શૌચાલય મુક્ત કરવાનું છે.અત્યાર સુધીમાં સરકાર દ્વારા 9 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામા આવ્યું છે. હાલના સમયમાં ગ્રામિણ વિસ્તારોમાં 98 ટકા કામ થઈ ગયું છે. ચાર વર્ષ પહેલા આ કામ માત્ર 38 ટકા જ થયું હતું.આ ફાઉંન્ડેશન ચોથા ગ્લોબલ ગોલ્સ એવોર્ડ સમારોહનું આયોજન 24 સપ્ટેમ્બરના રોજ કરશે.

આ સન્માન દર વર્ષે પાંચ શ્રેણીમાં કોઈ નેતા કે, વ્યક્તિને તેમના ક્ષેત્રમાં સતત વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરેલા પ્રયત્નોને ધ્યાને રાખી આપવામાં આવે છે. આ પુરસ્કારમાં પાંચ શ્રેણી જોઈએ તો, પ્રોગેસ, ચેંજમેકર, કેમ્પેઈન, ગોલકિપર વોઈસ અને ગ્લોબલ ગોલકિપર છે.

આ અગાઉ ગોલકિપર્સ કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અમૈનુએલ મૈક્રો, સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમિના મોહમ્મદ અને નોબેલ શાંતિપુરસ્કારથી સન્માનિત મલાલા યુસુફજઈ અને નાદિયા મુરાદ પણ સંબોધિત કરી ચૂક્યા છે.

મોદી આ મહિનના અંતમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરશે. ન્યૂયોર્કની યાત્રા દરમિયાન મોદી ગાંધી પીસ ગાર્ડનનું પણ ઉદ્ધાટન કરશે.

ABOUT THE AUTHOR

...view details