આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સરપ્રાઈઝ લઈને સામે આવ્યાં છે. ડિસ્કવરીના ‘Man vs Wild’ના એક ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે કેટલાક સાથે કેટલાંક એડવેન્ચર કરતા જોવા મળશે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વડાપ્રધાન મોદી એક ઘટાદાર જંગલની સફરમાં નીકળ્યાં છે.
Man vs Wildના એન્કર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેનું ટ્રીઝર રજૂ કર્યું છે અને તેમણે લખ્યું છે કે, દુનિયાના 180 દેશોને વડાપ્રધાન મોદીનો ક્યારેય ન જોયેલો અંદાજ જોવા મળશે. તેઓ મારી સાથે ભારતના એક જંગલ વિસ્તારમાં ચાલશે, આ દરમિયાન પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણના મુદ્દા પર વાતચીત કરશે.