- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના પ્રવાસે
- સારનાથ પુરાતત્વ સ્થળની કરશે મુલાકાત
- છ લેન વાળા રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન કરશે
લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તાર વારણસીના પ્રવાસ પર છે. આ દરમિયાન વડાપ્રધાન દેવ દિવાળી મહોત્સવમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીના બધા જ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથી તેમની સાથે રહેશે. વડાપ્રધાન વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટ કરીને તહેવારની શરૂઆત કરશે. આ ઉપરાંત સારનાથ પુરાતત્વ સ્થળ પર 'લાઇટ એન્ડ સાઉન્ડ' શો પણ જોશે, જેનું ઉદ્ધાટન તેમણે આ મહિનાની શરૂઆતમાં કર્યું હતું.
વડાપ્રધાને ટ્વિટ કરી કહ્યું કે, 'દેવ દિવાળીના પાવન અવસર પર સંસદીય વિસ્તાર વારણસીમાં લોકો વચ્ચે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ દરમિયાન શ્રી કાશી વિશ્વનાથ મંદિર ગલિયારા અને સારનાથ જવાની તક મળશે. સાથે સાથે વારણસી-પ્રયાગરાજ વચ્ચેના છ લેન વાળા નેશનલ હાઇવેનું ઉદ્ધાટન કરીશ.' પ્રોટોકોલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર બપોરે 2.1 કલાકે બાબતપુર એરપોર્ટ પર પહોચશે. જ્યાં સેનાનું હેલીકૉપ્ટર દ્વારા ખજૂરી જનસભા સ્થળે પહોચશે. જ્યાં પ્રયાગરાજ-વારણસી વચ્ચેના છ લેન વાળા નેશનલ હાઇવેનું ઉદ્ધાટન કરી જનસભા સંબોધિત કરશે.