- ખરીદી કરતી વખતે 'વોકલ ફોર લોકલ'ને આપો પ્રોત્સાહન
- મેક્સિકોમાં આપણી ખાદી પ્રચલિત
- બહાદુર જવાનોના સમર્પણને યાદ રાખો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશની જનતા સાથે પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતુ.પીએમ મોદીએ કહ્યુ કે દશેરા સંકટ પર જીતનું પર્વ છે. દશેરા અસત્ય પર સત્યની જીતનું પર્વ પણ છે.
તમિલનાડુના વાળંદે સલૂનને ફેરવ્યું પુસ્તકાલયમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે 'મન કી બાત'માં હું તમિલનાડુના તુતુકુડીના રહેવાસી પોન મરિયપ્પન વિશે તમને જણાવીશ, જે હેરકટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે અને તેણે તેના સલૂનના એક ભાગને પુસ્તકાલયમાં ફેરવી દીધું છે. જો કોઈ વ્યક્તિ તેના સલૂનમાં પોતાના નંબરની રાહ જોતો કંઈક વાંચે અથવા તેણે જે વાંચ્યું તેના વિશે થોડું લખે છે, તો મરિયપ્પન તે ગ્રાહકને છૂટ આપે છે!"
અમેરિકામાં મલખંભના કેન્દ્રો
પીએમએ જણાવ્યું કે આજકાલ આપણું મલખંભ પણ ઘણા દેશોમાં લોકપ્રિય થઈ રહ્યુ છે, અમેરિકામાં ઘણી જગ્યાએ મલખંભ તાલીમ કેન્દ્રો ચાલે છે. આજે જર્મની હોય, પોલેન્ડ હોય કે મલેશિયા આવા લગભગ 20 અન્ય દેશોમાં મલખંભ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે.
મેક્સિકોની 'ઓહાકા' ખાદી
"આજે વિશ્વના ઘણા સ્થળોએ પણ ખાદીની બનાવટ થઇ રહી છે. મેક્સિકોમાં એક જગ્યા છે 'ઓહાકા', આ વિસ્તારમાં ઘણા એવા ગામો છે. જ્યાંના સ્થાનિકો ખાદીનું વણાટકામ કરે છે. આ ખાદી અહીં 'ઓહાકા ખાદી' તરીકે પ્રખ્યાત છે. આજે જ્યારે આપણે વોકલ ફોર લોકલ થઇ રહ્યા છીએ ત્યારે દુનિયા પણ આપણા સ્થાનિક ઉત્પાદનોની પ્રશંસક બની રહી છે.જેનું એક ઉદાહરણ ખાદી છે. લાંબા સમયથી ખાદી એ સાદગીની ઓળખ રહી છે, પરંતુ ખાદી આજે પર્યાવરણને અનુકૂળ કાપડ તરીકે જાણીતી થઇ છે."