ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર ચૂંટણી 2020: બીજા તબક્કાના પ્રચાર માટે આજે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીની રેલી

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બિહાર પહોંચી ચૂંટણી રેલીને સંબોધિત કરશે. બંન્ને નેતાઓનો ચૂંટણીના પ્રચાર માટે બિહારમાં બીજો પ્રવાસ હશે.

By

Published : Oct 28, 2020, 8:39 AM IST

બિહાર ચૂંટણી
બિહાર ચૂંટણી

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીઓના ગઠબંધન માટે ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહાર પહોંચશે. બંન્ને નેતાઓ પહેલા પણ બિહારમાં રેલીઓને સંબોઘિત કરી ચૂક્યા છે.

બીજા તબક્કાનું મતદાન

આ પહેલા મોદી અને રાહુલ ગાંધી 23 ઓક્ટોબરે ચૂંટણી પ્રચાર કરવા માટે બિહાર આવ્યા હતા. તેમણે કેટલીક રેલીઓને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદી આજે દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં એનડીએ ઉમેદવારો માટે લોકો પાસે સમર્થન માંગશે. જ્યાં નવેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે.

3 નવેમ્બરના વિધાનસભાના બીજા તબક્કામાં મતદાન

રાહુલ ગાંધી આજે વાલ્મીકિનગર અને કુશેશ્વરમાં મહાગઠબંધન માટે ચૂંટણી પ્રચાર કરશે. વાલ્મીકિનગર લોકસભા સીટ માટે 3 નવેમ્બરના વિધાનસભાના બીજા તબક્કામાં મતદાન યોજાશે.વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ ગત્ત શુક્રવારના રોજ બિહારમાં ચૂંટણી અભિયાનની શરુઆત કરી હતી. મોદીએ ડેહરી ઑન-સોન, ગયા અને ભાગલપુરમાં ચૂંટણીની રેલીને સંબોધિત કરી હતી. જ્યારે રાહુલ ગાંધીએ નવાદાના હિંસુઆ અને ભાગલપુરના કહલગામમાં ચૂંટણી સભા સંબોધિત કરી હતી.

કોરોના વાઈરસનું સંક્રમણ

બિહારમાં એવા સમયે ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાયું છે. આ સ્થિતિને જોતા આ વખતે વિવિધ કોરોનાના નિયમોના સાથે વ્યવસ્થા કરવામાં આવશે. દરભંગાથી મળી રહેલા રિપોર્ટ મુજબ વડાપ્રધાનની સુરક્ષા સાથે જોડાયેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપે દરભંગા જિલ્લા મેજિસ્ટ્રેટ એસએમ ત્યાગરાજનની સાથે બેઠક કરી હતી. રેલીના સ્થળ પર દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવશે.

રેલી પશુ ચિકિત્સા કૉલેજ મેદાનમાં યોજાશે

અધિકારીઓનું કહેવું છે કે, રેલીના સ્થળ પર કોઈને માસ્ક વગર પ્રવેશ આપવામાં આવશે નહી. જે લોકો વડાપ્રધાનની સાથે સ્ટેજ પર રહેશે. તેમને આરટી પીસીઆર ટેસ્ટ કરવાનો રહેશે. મુઝફ્ફરપુરના મોતીપુરમાં મોદીની રેલી યોજાશે. જ્યારે પટનામાં તેમની રેલી પશુ ચિકિત્સા કૉલેજ મેદાનમાં યોજાશે.

આપને જણાવી દઈએ કે, પશુ ચિકિત્સા કૉલેજ પરિસરમાં આરજેડીના વડા લાલુ પ્રસાદ તેમના ભાઈની સાથે રહેતા હતા.

ABOUT THE AUTHOR

...view details