- 11 વાગ્યે પ્રસારિત થશે "મન કી બાત"
- વડાપ્રધાન મોદી કરશે દેશવાસીઓને સંબોધન
- 70મી આવૃત્તિ માટે વડાપ્રધાને માંગ્યા સૂચનો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના રેડિયો પ્રોગ્રામ "મન કી બાત" દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે. આ અંગે તેમણે ટ્વીટ કરી માહિતી આપી હતી. આ પહેલા ગત્ત 10 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો પાસેથી 70મી આવૃત્તિ માટે સૂચનો માંગ્યા હતા.
"મન કી બાત દ્વારા દેશના નાગરિકોની જીવનયાત્રા તેમજ સમાજમાં પરિવર્તન લાવતા વિષયો પર મંતવ્યોના આદાન-પ્રદાનની ઉત્તમ તક મળે છે. આ વખતનો કાર્યક્રમ 25મીએ પ્રસારિત થશે. આ માટે તમારા વિચારો નમો એપ તથા માયગવર્મેન્ટ એપ પર જણાવો, અથવા રેકોર્ડ કરીને મોકલો." વડાપ્રધાને ટ્વીટ કર્યું.
આ પહેલાના કાર્યક્રમમાં તેમણે લોકોને તેમની વાતો કહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, "મન કી બાત" દર મહિનાના અંતિમ રવિવારે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થતો કાર્યક્રમ છે. જેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે વાર્તાલાપ કરે છે.