વડાપ્રધાન સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કેટલાક ઐતિહાસિક નિર્ણયોની છાપ દેખાશે. જેમાં જમ્મુ-કાશ્મીર સંબધીત અને ત્રણ તલાક અંગેના નિર્ણયોનો સમાવેશ થાય છે.લોકસભામાં વિજય પછી સ્વતંત્ર પર્વમાં વડાપ્રધાનનું આ પહેલું વક્તવ્ય છે. આ ઉપરાંત મોદી કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી યોજનાઓ જેવી કે 'સ્વચ્છ ભારત', 'આયુષ્માન ભારત' અને ભારતની અંતરિક્ષ મિશનની સફળતા અંગે વાત કરી શકે છે.
આજના સંબોધન સાથે જ વડાપ્રધાન મોદી વાજપેયીની સમકક્ષ પહોંચશે - nation
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા ઉપર આજે ત્રિરંગો લહેરાવશે. આ ઉપરાંત તેઓ લાલ કિલ્લાનાં મંચ ઉપરથી દેશને સંબોધિત કરશે. છઠ્ઠી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે. આ સંબોધની સાથે જ આ રીતે મોદી અને વાજપેયીની સમકક્ષ થશે.
![આજના સંબોધન સાથે જ વડાપ્રધાન મોદી વાજપેયીની સમકક્ષ પહોંચશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4139339-thumbnail-3x2-modi.jpg)
આજના સંબોધન સાથે જ વડાપ્રધાન મોદી વાજપેયીની સમકક્ષ પહોંચશે
છેલ્લા રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ જમ્મુ કાશ્મીરના વિકાસ અને શાંતિ માટેનું વચન આપ્યુ હતું.
આજના સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના જ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી લેશે. નોંધનીય છે કે, 1998 થી 2003 વચ્ચે વાજપેયીએ પણ સતત છ વખત લાલ કિલ્લા પરથી 15 ઓગષ્ટે સંબોધન કર્યુ હતું.
Last Updated : Aug 15, 2019, 7:41 AM IST