વોશિંગ્ટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યુએસ-ભારત સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશીપ ફોરમ (USISPF )ની ત્રીજી 'લીડરશીપ સમિટ' નું સંબોધન કરશે.
USISPF ના પ્રમુખ મુકેશ અધીએ કહ્યું કે, 'અમે સમ્માનિત અનુભવ કરી રહ્યા છીએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ USISPFના વાર્ષિક કાર્યક્રમને સંબોધવા માટે સમય આપ્યો. આ વર્તમાન પડકારરૂપ વાતાવરણમાં યુએસ-ભારત સંબંધોનું મહત્વ દર્શાવે છે.