UNSGના શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીનું જળવાયુ પરિવર્તન પર સંબોધન - હ્યૂસ્ટન
ન્યૂયોર્ક: હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ જલવાયુ પરિવર્તન પર તેમણે શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, અમે પર્યાવરણની રક્ષા માટે પગલા ભર્યા છે. અમે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 74મી સમિટમાં સામેલ થવા ન્યુયોર્કમાં UN હેડક્વાર્ટર પહોંચી ગયા છે. અહીં અત્યારે તેઓ ક્લાયમેટ ચેન્જ વિશે સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત સરકારે પર્યાવરણના સંવર્ધન માટે ચોક્કસ પગલા લીધા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. વડાપ્રધાન હવે એસ.ડી.જી તથા વૈશ્વિક સ્વાસ્થ્યના સત્રમાં હાજરી લેશે.વડાપ્રધાન મોદી ભારતીય સમયાનુસાર રાત્રે 10 વાગ્યે યુનિવર્સલ હેલ્થ કવરેજ પર થનાર ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજરી લેશે. આ સિવાય વડાપ્રધાન મોદી કેટલાક દેશોના પ્રમુખ સાથે મુલાકાત લેશે.
file photo
હ્યૂસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની સફળતા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અમેરિકી પ્રવાસના બીજા ચરણ અંતર્ગત ન્યૂયોર્કમાં છે. પીએમ મોદીએ UNમાં જળવાયુ પરિવર્તન પર એક સત્રને લંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, “અમે પર્યાવરણની રક્ષા માટે પગલા ઉઠાવ્યા છે. અમે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે.” પીએમ મોદીએ અહીં એસડીજી અને વૈશ્વિક સ્વાસ્થ્યનાં સત્રમાં ભાગ લેશે.