નવી દિલ્હી : વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસુર યુનિવર્સિટીના કાર્યક્રમનું સંબોધન કર્યુ છે. આપને જણાવી દઈએ કે, મૈસૂરના કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓ સાથે આ ક્રાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પદવીદાન સમારોહમાં ઓનલાઈન જોડાયા હતાં.
PM મોદી મૈસુર યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં કર્યુ સંબોધન - University Of Mysore
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વીડિયો કોન્ફરન્સનના માધ્યમથી મૈસુર યુનિવર્સિટીના પદવીદાન સમારોહ કાર્યક્રમમાં સંબોધન કર્યુ છે.
પ્રથમ યુનિવર્સિટી
મૈસુર યુનિવર્સિટીની સ્થાપના 27 જુલાઈ, 1916ના રોજ થઈ હતી. તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હતી.
Last Updated : Oct 19, 2020, 12:17 PM IST