ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈઝરાયેલની ચૂંટણી જાહેરાત બેનરોમાં PM મોદી ચમક્યા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: એક ચૂંટણી જાહેરાત બેનર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના બેંજામિન નેતન્યાહૂની તસ્વીર લાગેલી હતી. આ બેનર ઈઝરાયેલમાં લાગેલી જોવા મળી હતી. બંને બેનરમાં ઊભેલા જોવા મળી રહ્યાં છે.

ઈઝરાયેલની ચૂંટણી જાહેરાત બેનરોમાં PM મોદી ચમક્યા

By

Published : Jul 29, 2019, 4:50 AM IST

ઈઝરાયેલી પત્રકાર અમીચાઈ સ્ટીને રવિવારે ઈમારતની બહારના ભાગે લાગેલા બેનરની તસ્વીર ટ્વિટર પર શેર કરી હતી. આ ઈમારત પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના બેનર પણ લાગેલા જોવા મળ્યા હતા.

ઈઝરાયેલી પત્રકારે જે ટ્વિટ કર્યું તેમાં લખ્યું હતું કે, નેતન્યાહૂના ચૂંટણી પ્રચારવાળા બેનરોમાં પુતિન, ટ્રમ્પ અને મોદી.

ઈઝરાયલમાં 17 સપ્ટેમ્બરે ત્વરિત ચૂંટણી થવાની છે. આ બેનરો પર દુનિયાના મોટા નેતાઓની સાથે નેતન્યાહૂની તસ્વીર લગાવવામાં આવી છે. આ બેનરોને લગાવવાનો હેતુ નેતન્યાહૂ દ્વારા બનાવવામાં આવેલા મજબૂત દ્વિપક્ષીય સંબંધોને દર્શાવવાનું છે.

આ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે નેતન્યાહૂ, જે દેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પોતાની સેવાઓ આપનારા વડાપ્રધાન છે. તેમના આ વખતની ચૂંટણીમાં આકરા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

ભારત અને ઈઝરાયેલ એક વ્યાપક, આર્થિક, સેના અને રણનૈતિક સંબંધ બનાવે છે. જે હાલ વધુ મજબૂત બન્યા છે.

આપને જણાવી દઈએ કે, નેતન્યાહૂ પ્રથમ એવા શખ્સ હતા, જેમણે વડાપ્રધાન મોદીને વર્ષ 2019ની પેટાચૂંટણીમાં જીત માટેના અભિનંદન પાઠાવ્યા હતા. તેમણે પોતાની દોસ્તી અને સાથે જ ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની વાત પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details