તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મને કારગિલ જવાની તક મળી હતી.ત્યારે દેશના જવાનો સાથે એકતા બતાવવાની પણ તક મળી હતી.
કારગિલ વિજય દિવસ: વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કારગિલની જૂની યાદોને તાજી કરી - જમ્મુ કશ્મીર
નવી દિલ્હી: 26 જૂલાઈના રોજ સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસ કરીતે ઉજણવી થઈ રહી છે. ત્યારે 20 વર્ષ પૂર્ણ થતા PM મોદીએ ટ્વિટ કરી એક ફોટો અને વીડિયો શેર કર્યો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, વર્ષ 1999માં જમ્મુ કશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં ભાજપ માટે તેઓ કામ કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, કારગિલ પ્રવાસ દરમિયાન જવાનો સાથે વાત કરવાની તક મળી હતી. તેઓએ જે ફોટો શેર કર્યા તેમાં દેશના જવાનો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. તેઓએ ગંભીર રીતે ઘાયલ જવાનો સાથે પણ મુલાકાત કરી હતી.
સાથે સાથે વડાપ્રધાને એક વીડિયો શેર કરતા તેમણે ટ્વિટ કર્યું હતું કે, 'કારગિલ વિજય દિવસ પર મા ભારતીના તમામ વીર સપૂતોને હૃદયથી વંદન કરૂ છું. આ દિવસે આપણા જવાનોના સાહસ, શૌર્ય તથા સમર્પણની યાદ અપાવે છે. આ અવસરે હું પરાક્રમી યોદ્ધાઓને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું. જેમણે માતૃભૂમિની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધુ હતું. જય હિંદ'