વડાપ્રધાન મોદી કેવડિયા કૉલોની ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સરોવર ડેમ ખાતે વડાપ્રધાન મોદીએ ડેમ સંપૂર્ણ ભરાવાની ખુશીમાં નર્મદાના નીરના વધામણા કર્યાં હતા. આ કાર્યક્રમમાં તેમણે એક જાહેર જનસભા સંબોધી હતી.
PM મોદીએ જન્મદિવસ પર ખાસ તસ્વીરો શેર કરી - વડાપ્રધાન મોદી કેવડિયા કૉલોની ખાતે
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના જન્મદિવસે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા. જે બાદ માતા હિરાબા સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના જન્મ દિનના દિવસે સોશિયલ મીડિયા પર પોતાની જૂની ચાર તસ્વીર શેર કરી છે. વડાપ્રધાન મોદીની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી શેર થઈ રહી છે.
modi
વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતે માં નર્મદાના નીરને વધામણા કરીને રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. તેમણે ગાંધીનગરમાં તેમના નાના ભાઇને ઘરે માતાના આશીર્વાદ લઇને માતા સાથે જમણ લીધું હતું.