વડાપ્રધાન મોદીએ અહીં કહ્યું હતું કે, ભારતમાં બીજા કાર્યકાળની શરૂઆતમાં જ અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. વડાપ્રધાન મોદીએ ભૂટાનના વખાણ કરતા કહ્યું કે, ભૂટાન અમારુ પાડોશી છે, તે વાતનું સૌભાગ્ય છે. બંને દેશો સાથે મળી આગળ વધીશું.
ભૂટાનમાં PM મોદીનો આજે બીજો દિવસ, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા વડાપ્રધાન - PM મોદી
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનના બે દિવસીય પ્રવાસે છે. આ અંગેનું મોદી અને ભૂટાનના વડાપ્રધાન શેરીંગે સંયુક્ત રીતે એક આધિકારીક નિવેદન જાહેર કર્યું હતું. ત્યારે આવો જાણીએ વડાપ્રધાન મોદીએ ભૂટાન માટે શું કહ્યું હતું...
twitter
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 130 કરોડની ભારતીય જનતાના દિલમાં ભૂટાન માટે ખાસ જગ્યા છે. અમને ઘણી ખુશી થઈ રહી છે કે, ભૂટાનમાં આજે રુપે કાર્ડ લોન્ચ થઈ રહ્યું છે. જેને લઈ વ્યાપારમાં મદદ મળશે.
સાથે સાથે વડાપ્રધાન મોદી એન ભૂટાનના વડાપ્રધાને હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું હતું.