ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વોટબેંકને કારણે કોંગ્રેસે અયોધ્યા કેસ લટકાવી રાખ્યો હતો: PM મોદી - હજીરાબાગમાં જાહેર સભા

હજીરાબાગ: ઝારખંડમાં ત્રીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી 12 ડિસેમ્બરે યોજાવાની છે. જેને લઇને સોમવારે વડાપ્રધાન મોદીએ ઝારખંડના હજીરાબાગમાં એક જાહેર સભા સંબોધિત કરી હતી.

PM Modi
વડાપ્રધાન મોદી

By

Published : Dec 9, 2019, 3:22 PM IST

Updated : Dec 9, 2019, 3:49 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના બરહીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ ભૂમીએ ભગવાન બિરસા મુંડાથી લઈને જય પ્રકાશ નારાયણ અને અટલ બિહારી વાજપેયી સહિત અનેક રાષ્ટ્ર નાયકોની તપસ્યાને શક્તિ આપી છે. ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરમાં અલગ પ્રધાન, અલગ સંવિધાન નાબૂદ માટે સંધર્ષ કર્યા. મને ખુશી છે કે, તેમની ભાવના પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સંવિધાન સંપૂર્ણ પણે અમલમાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, આજે આટલી વિશાળ જનમેદની, ઝારખંડની જનતાનો મૂડ બતાવી રહીં છે. અહીંયાના લોકોના હૃદયમાં વિકાસ માટે કેટલો વિશ્વાસ છે, એ આજે હું આ વિશાળ જનમેદનીમાં જોઈ રહ્યો છું. હું ઝારખંડમાં જ્યાં પણ જાઉં છું, ત્યાંની સભા જૂની સભાઓના રેકોર્ડ તોડી રહી છે.

PM મોદીએ કહ્યું કે, આજે સમગ્ર દુનિયામાં હિન્દુસ્તાનનો ડંકો વાગી રહ્યો છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દુબઇમાં ભારતની જય જયકાર થઇ રહી છે. આવું મોદીના કારણે નહીં પરંતુ 130 કરોડ દેશવાસીઓના કારણે થઈ રહ્યું છે.

કોંગ્રેસે પોતાની વોટ બેન્ક સાચવવા માટે અયોધ્યા મુદ્દાને લટકાવીને રાખ્યો હતો. પરંતુ દિલ્હીમાં ભાજપ સરકાર બિરાજમાન થઇ ત્યારબાદ આ નિર્ણયને બદલવામાં આવ્યો.

તેમણે કહ્યું કે, જો કોઈ ત્રિશંકુ પરિણામ આવશે તો કર્ણાટકના જેમ વિનાશ કરનારા લોકો મેદાનમાં આવી જશે. આપણે નિશ્ચ કરીએ કે, આપણે ઝારખંડને બર્બાદ નહીં થવા દઇએ. આપણે કમળના ફૂલ પર બટન દબાવીને ફરી એકવાર ઝારખંડને મજબૂત બનાવી દેશું. ઘણા દાયકાઓથી દેશમાં એવી માગ કરવામાં આવી રહી છે કે, ઝારખંડ અને દેશના કરોડો OBC પરિવારોના હિતોની સુરક્ષા માટે OBC કમિશનને સંવૈધાનિક દરજ્જો આપવો જોઈએ, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ન તો પછાત લોકોના હિતોની રક્ષા કરી કે, ન રક્ષા કરવા આપી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના લોકો દલિતો, ગરીબો, પછાત અને આદિવાસીઓને ભાજપના નામે દાયકાઓથી ડરાવી રહ્યા છે, પરંતુ 5 વર્ષથી દિલ્હી અને ઝારખંડમાં પૂર્ણ બહુમતીની ભાજપ સરકાર છે અને 2019માં તમે કેન્દ્રમાં ભાજપને પહેલેથી વધારે શક્તિ આપી છે. એવા ઘણા કામો છે જે ભાજપ સરકાર કરી રહીં છે, એ પહેલાં પણ થઇ શક્યા હોત. પહેલાં થઇ શક્યા હોત તો અહીંયા ઉદ્યોગ માટે, રોજગાર માટે વધુ સારૂં વાતાવરણ થઇ શકે તેમ હતું. પરંતુ કોંગ્રેસ-RJD અને JMM જેવા પક્ષોની નીતિમાં અભાવ હતો, તેથી નીતિઓ પણ ખોટી ઘડવામાં આવી. દિલ્હી અને રાંચીમાં ભાજપ સરકારે ઝારખંડના વિકાસ માટે નિષ્ઠાવાન પ્રયાસ કર્યા છે.

Last Updated : Dec 9, 2019, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details