આજે ભારતને દુનિયાની દરેક શક્તિ સાંભળી રહી છે: PM મોદી - મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં એક સભાને સંબાધિત કરી હતી.
મહારાષ્ટ્રના જલગાંવમાં સભા
PM મોદીના ભાષણના મુખ્ય મુદ્દા
- હવે અમે ખેડૂતોને પોષણની સાથે-સાથે નિકાસકાર બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છીંએ. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોની આમાં મહત્વની ભૂમિકા રહેશે. આ સમગ્ર વિસ્તારની આર્થિક સ્થિતિમાં હવે ઝડપી પરિવર્તન આવવાનું છે.
- અમારી સરકાર વધુ એક મોટા સંકલ્પને જમીનમાં ઉતારવાના પ્રયાસો કરી રહીં છે. આ સંકલ્પ પાણીનો છે, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના દરેક ઘરને પાણી સાથે જોડવું છે. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે જલ જિવન મિશન પર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
- મહારાષ્ટ્ર અને દેશના દરેક ગરીબના સપનાને 2022 સુધી પૂર્ણ કરાવવા માટે અમે પૂર્ણ સામર્થ્ય સાથે પ્રયાસ કરી રહ્યાં છીંએ.
- જ્યારે અહીંયાની ગરીબ બહેનોના જીવનમાં આવેલા બદલાવ અંગે સાંભળીએ છીંએ, ત્યારે અમને સંતોષ થાય છે. આજે મહારાષ્ટ્રની અંદાજીત 10 લાખ બહેનો અમારી સરકારના બનેલા આવાસ યોજના હેઠળ પોતાના પાકા ઘરમાં પરિવારની સંભાળ કરે છે.
- ગત વર્ષોના અમારા કામથી અહીંયા વિપક્ષ પણ હેરાન પરેશાન છે. અમારા વિરોધી પણ આજે માની રહ્યા છે કે, ભાજપ-શિવસેના ગઠબંઘનનું નૈતૃત્વ કર્મશીલ પણ છે અને ઉર્જાવાન પણ છે.
- આજે હું વિપક્ષને પડકાર ફેકું છું કે, તમારામાં હિમ્મત હોય તો આ ચૂંટણીમાં પણ અને આવનાર ચૂંટણીઓમાં પણ પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં જાહેર કરો કે અમે કલમ 370ને પાછા લાવીશું. 5 ઓગસ્ટ લેવામાં આવેલા નિર્ણયને અમે બદલી દેશું. નહીંતર આ ખોટા આશું વહેડાવવા બંધ કરો.
- આજે દુ:ખ સાથે કહેવું પડે કે, આપણા દેશની થોડી રાજકીય પાર્ટી, થોડા નેતાઓ, રાષ્ટ્રના હિત માટે લેવાયેલા નિર્ણય પર રાજનીતિ કરીં રહ્યા છે.
- આજે ભારતનો અવાજ દુનિયાની તમામ શક્તિ સાંભળી રહીં છે. દુનિયાના તમામ દેશ આજે ભારત સાથે છે, આપણી સાથે મળીને આગળ વધવા માટે ઉત્સાહિત છે.
- અમે તમામ આવનાર પાંચ વર્ષો માટે દેવેન્દ્ર ફડણવીસજીની આગેવાનીમાં સંગઠનની સરકાર માટે એક વખત ફરી તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છીંએ. સાથે જ લોકસભા ચૂંટણીમાં જે આશીર્વાદ આપ્યા તેના માટે પણ આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ.