ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાને કહ્યું- લદ્દાખનો સમગ્ર વિસ્તાર માન સમ્માનનું પ્રતીક

ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લેહ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિમૂ પોસ્ટ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. અધિકારીઓએ પરિસ્થિતિ અંગે વડાપ્રધાનને માહિતી આપી.

લદ્દાખ
લદ્દાખ

By

Published : Jul 3, 2020, 3:17 PM IST

લેહ: ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લેહ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી ગલવાનમાં ઘાયલ સૈનિકોને મળી શકે છે. વડાપ્રધાન મોદી સવારે સાત વાગ્યે લેહ પહોંચ્યા હતા. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત સાથે મોદી લેહ પહોંચ્યા હતા.

ભારત-ચીન સીમા તમાવ વચ્ચે વડાપ્રધાન પહોંચ્યા લેહ

વડાપ્રધાન હાલમાં લેહના નિમુમાં છે. સૈન્ય અધિકારીએ વડાપ્રધાનને પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ઉપરાંત, મોદી સૌથી ઉંચી પોસ્ટ પર તૈનાત સૈનિકોને મળી રહ્યા છે. નિમૂ પોસ્ટ 11 હજારના ફીટની ઉંચાઇ પર છે.

ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાને લેહની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિમૂ પોસ્ટ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. અધિકારીઓને પરિસ્થિતિ અંગે વડાપ્રધાનને માહિતી આપી.

વડાપ્રધાન સીડીએસ રાવત સાથે લેહ પહોંચ્યા

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે વડાપ્રધાનના નિમૂ પ્રવાસ વિશે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું, ''सौगन्ध मुझे इस मिट्टी की मैं देश नहीं झुकने दूंगा. . દેશવાસીઓને તેમના વડાપ્રધાન પર ગર્વ છે જે આજે પોતેજ લેહ પહોંચ્યા છે અને સેનાના વીર સૈનિકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ભારતને વડાપ્રધાન પર ગર્વ છે, જે સૈનિકોને પ્રોત્સાહિત કરવા લેહ પહોંચ્યા છે.

અધિકારીઓ સાથે વડાપ્રધાને કરી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે એવા સમયે થઇ છે જ્યારે ભારત-ચીન તણાવ ચરમસીમાએ છે.

ABOUT THE AUTHOR

...view details