દહેરાદૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ચાલી રહેલા વિવિધ બાંધકામ કામોની સમીક્ષા કરી હતી. તેમણે ડ્રોન દ્વારા નિર્માણાધીન સ્થળોનું અવલોકન પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કેદારનાથ ધામમાં ચાલી રહેલા બાંધકામની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેદારનાથ ધામમાં ચાલી રહેલા વિવિધ બાંધકામોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને કેદારનાથ અને બદ્રીનાથના વિવિધ કામો માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદ આપવામાં આવશે.
cોદી
પીએમ મોદીએ કેદારનાથ મંદિર સંકુલ, આદિગુરુ શંકરાચાર્યની સમાધિ, સરસ્વતી ઘાટ પર બાંધવામાં આવેલો પુલ, કેદારનાથમાં બનાવવામાં આવી રહેલી ગુફાઓ, મંદાકિની નદી પર બનાવવામાં આવતા પુલ અને મંદાકિની અને સરસ્વતીના સંગમ પર બનાવવામાં આવેલા ઘાટને ડ્રોન દ્વારા અવલોકન કર્યું હતું.
આ દરમિયાન, પીએમ મોદીએ સંબંધિત અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી અને કહ્યું કે, રાજ્ય સરકારને કેદારનાથ અને બદ્રીનાથના વિવિધ કામો માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદ આપવામાં આવશે.