વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરૂણ જેટલીના ઘરે પહોંચ્યા છે. વિદેશ પ્રવાસથી પરત ફરેલા મોદી અરુણ જેટલીના પરિવારજનોને મળી તેમને સાંત્વના પાઠવી રહ્યાં છે. તેમજ પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યાં છે.
PM મોદી પહોંચ્યા અરુણ જેટલીના ઘરે, પરિવારજનોને પાઠવી સાંત્વના - 45th G7 summit
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન સ્વ. અરૂણ જેટલીના ઘરે પહોંચ્યા છે. જ્યાં તેમના પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી મંગળવાર સવારે 3:35 વાગ્યાની આસપાસ ફાન્સ, સંયુક્ત અરબ અમિરાત અને બહરિનનો પ્રવાસ કરીને ભારત પરત ફર્યા છે. વડાપ્રધાન મોદી G-7માં ભાગ લેવા માટે ફાન્સ ગયા હતા. આજે વડાપ્રધાન મોદી પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા સ્વ અરૂણ જેટલી ઘરે જશે અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી શકે છે. ફ્રાન્સના બિયારિત્ઝમાં G-7 સમિટના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે દુનિયાના ઘણા નેતાઓ સાથે બેઠક કરી કરી ક્લાઈમેટ ચેન્જ અને ડિઝિટલ ક્રાંતિ જેવા મુ્દાઓ પર ચર્ચા કરી હતી.
![PM મોદી પહોંચ્યા અરુણ જેટલીના ઘરે, પરિવારજનોને પાઠવી સાંત્વના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4252967-thumbnail-3x2-modi.jpg)
કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ બાદ G-7માં વડાપ્રધાન મોદીએ દુનિયાના ટોચના નેતાઓ સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી. મોદીએ આ નેતાઓને કાશ્મીર મુદ્દે ભારતનું વલણ જણાવ્યું. પરિણામ એ રહ્યું કે કાશ્મીર મુદ્દે સમિટને એજન્ડાથી બહાર રખાયું. G-7 સમિટમાં દુનિયાના 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષે હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે યોજાઈ રહેલી દ્વિપક્ષીય વાર્તામાં વડાપ્રધાન મોદીએ ભારત અને પાકિસ્તાનની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યાં તેમણે કાશ્મીર મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે, જેમાં અન્ય કોઈના મદદની જરૂર નથી. આ મામલે ત્રીજા કોઈની પણ દખલ અમે ઈચ્છતા નથી.