વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ કોલકાતા પોર્ટ ટ્રસ્ટ માટે, આની સાથે જોડાયેલા લોકો માટે અને અહીં કામ કરી ચૂકેલા સાથીઓ માટે ઘણો મહત્વનો છે. ભારતમાં પોર્ટ ડેવલપમેન્ટને નવી ઉર્જા પ્રદાન કરવા આજથી મોટો કોઈ અવસર ન હોઈ શકે.
હવે શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે કોલકાતા પોર્ટ ટ્રસ્ટ: વડાપ્રધાન મોદી
કોલકાતા: કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના બે સૌથી જૂના પેન્શનરો નગીના ભગત અને નરેશચંદ્ર ચક્રવર્તીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, 'હું કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને ડો. શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ કરવાની જાહેરાત કરું છું. તેઓ વિકાસ માટેના નેતા હતા અને એક દેશ, એક બંધારણના વિચારના માટે સૌથી અગ્રેસર હતા.
પીએમ મોદી
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'કોલકાતા પોર્ટ એ ફક્ત વહાણોની અવરજવર માટેનું સ્થાન નથી, તે પોતાનામાં એક સંપૂર્ણ ઈતિહાસ છે. આ પોર્ટે ભારતને વિદેશી શાસનથી સ્વરાજ મેળવતા જોયું છે. સત્યાગ્રહથી લઈને સ્વચ્છતાગ્રહ સુધી આ પોર્ટે દેશને બદલતા જોયું છે.