PM મોદી આજે પાંચ રેલીઓને સંબોધિત કરશે. જેમાં ઉત્તર પ્રદેશમાં આઝમગઢ, જૌનપુર અને પ્રાયગરાજમાં રેલી કરશે. વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં બાંકુરા અને પરુલિયામાં સભાઓ સંબોધશે.
મોદી UP અને બંગાળમાં તો રાહુલ MP, દિલ્હી અને હરિયાણામાં સભાઓ ગજવશે - congress
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બે તબક્કાનું મતદાન બાકી છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 12મે એ થશે, જેમાં 59 બેઠકો પર મતદાન થશે. જે માટે આજે PM મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિવિધ જગ્યાએ સભાઓ ગજવશે.
ડિઝાઈન ફોટો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે હરિયાણા, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં ત્રણ રેલીઓને સંબોધશે.
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી આજે પ્રતાપગઢ અને જૌનપુરમાં રેલી કરશે અને સુલતાનપુરમાં રોડ શો કરશે.