આ તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી જ્યારે એડિશાના પ્રવાસે છે ત્યારે મોદી ભુવનેશ્વર પહોચતાં જ મુખ્યપ્રધાન નવીન પટનાયકે તેમનું સ્વાગત કર્યું હતું. નવીન પટનાયક અને મોદી હાથ મિલાવી થોડી વાતો કરતા જોવા મડ્યા હતા. આ જોતા અનેક પ્રકારની રાજકીય અટકળો થતી જોવા મળી હતી.
ઓડીશામાં 'ફાની'થી થયેલા તબાહીનું PM મોદીએ કર્યું નિરીક્ષણ, 1 હજાર કરોડની સહાય - national news
ન્યુઝ ડેસ્કઃ ઓડિશામાં આવેલા ચક્રાવતી તોફાન ફાનીથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી ઓડિશાના પ્રવાસે છે. ફાની વાવાઝોડાથી ઓડિશાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે અને અનેક લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ઓડિશાને 1 હજાર કરોડની સહાય પણ કરી છે.
સ્પોટ ફોટો
મહત્વનું છે કે, ઓડિશામાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાય રહી છે અને ભાજપ પણ આ વખતે ઓડિશામાં એડી-ચોટીનું જોર લગાવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન મોદીની આ મુલાકાત અને નવિન પટનાયક સાથે હાથ મિલાવવું ભાજપને કેટલું ફળશે તે જોવું રહ્યું.
Last Updated : May 6, 2019, 2:44 PM IST