વડાપ્રધાન મોદી વલ્લભગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ટોહનાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી નૂંહમાં રેલીને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી 15 ઓક્ટોબરે બે રેલીઓ ચરખી દાદરી અને કુરુક્ષેત્રમાં સંબોધિત કરશે. જ્યારે વડાપ્રધાન મોદીની ચોથી સભા હિસારમાં યોજાશે. મોદી આ રેલીઓથી હરિયાણામાં હવા બદલવાનો પ્રયત્ન કરશે.
કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહ આજે હિસાર રોડ સ્થિત ટાઉન પાર્કના સામે વિશાળ રેલીને સંબોઘિત કરશે,
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 14 ઓક્ટોબરે નૂંહમાં રેલીને સંબોઘિત કરશે. રાહુલ ગાંધીની સાથે હરિયાણા કોંગ્રેસના પ્રભારી ગુલામ નબી આઝાદ, પ્રદેશ અઘ્યક્ષ કુમારી શૈલજા, પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સહિત ઘણા દિગ્ગજો સભાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 24 ઓક્ટોબરે જાહરે કરવામાં આવશે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે 48 બેઠકો છે.