નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કોરોના વાઈરસને ફેલાતો અટકાવવાં દેશભરમાં લોકડાઉન લાદતાં પહેલાં જનતા કર્ફ્યુ કરી લોકોને માનસિક રુપથી તૈયાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
લોકડાઉન પહેલા જનતા કર્ફ્યુથી PMએ લોકોને માનસિક રીતે તૈયાર કર્યાંઃ સ્વાસ્થ્ય પ્રધાન
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કોરોના વાઈરસને ફેલાતો અટકાવવાં દેશભરમાં લોકડાઉન લાદતાં પહેલાં જનતા કર્ફ્યુ લાગુ કરી લોકોને માનસિક રુપથી તૈયાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં કોવિડ-19ના કેસમાં થતો બમણો વધારો હવે ઓછો થઈ રહ્યો છે અને નિયમિત સુધાર જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદન અનુસાર, હર્ષવર્ધને સિવિલ સોસાયટી સંગઠનો અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે વીડિયો લિંકના માધ્યમથી સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કોરોનાને અટકાવવાંના પ્રયાસો બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, પહેલા જનતા કર્ફયુ લગાવી લોકોને માનસિક રીતે લોકડાઉન માટે તૈયાર કર્યા બાદ સ્થિતિને ધ્યાને રાખી કોરોના સામે લડવા લોકડાઉનની ઘોષણા કરી વડાપ્રધાને આ પ્રયાસ કર્યો હતો.