નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી. 1991માં આજના દિવસે તમિલનાડુના શ્રીપેરંબુદુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ."
પૂર્વ PM રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ - વડા પ્રધાન મોદી લેટેસ્ટ ન્યૂઝ
21 મે એટલે કે, આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Rajiv Gandhi
આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાના પિતાની પુણ્યતિથિએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, 'એક સાચા દેશભક્ત, ઉદાર અને પરોપકારી પિતાના પુત્ર હોવા પર મને ગર્વ છે'.
વધુમાં રાહુલે લખ્યું કે, વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ દેશને પ્રગતિના પથ પર અગ્રેસર કર્યો હતો. પોતાની દીર્ઘદ્રષ્ટિથી દેશના સશક્તિકરણ માટે જરૂરી પગલાં લીધાં હતા. આજે તેમની પુણ્યતિથિ પર હું તેમને સ્નેહ અને કૃતજ્ઞતાથી સલામ કરું છું.
Last Updated : May 21, 2020, 10:34 AM IST