નવી દિલ્હી: જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ તેમને યાદ કર્યા હતા. વડા પ્રધાન મોદીએ ટિ્વટ કર્યું હતું કે 'હું લોક નાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી નમન કરું છું. તેઓ ભારતની સ્વતંત્રતા માટે બહાદુરીથી લડ્યા અને જ્યારે આપણી લોકશાહી નૈતિકતા પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે તેમણે તેને બચાવવા એક મહત્વપૂર્ણ જનઆંદોલન ચલાવ્યું હતું. તેમના માટે રાષ્ટ્રીય હિત અને લોકોના કલ્યાણથી ઉપર કંઈ નહોતું.
જયપ્રકાશ નારાયણે તમને યાદ કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લોકશાહીને સુરક્ષિત કરવામાં તેમની અસરકારક ભૂમિકાને યાદ કરી હતી અને તેમણે ટ્વિટ કર્યું હતું કે, 'લોક નાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ પ્રસંગે હું તેમના મહાન વ્યક્તિત્વ નમન કરું છું. લોકશાહીને સુરક્ષિત કરવામાં તેમણે જે અસરકારક ભૂમિકા ભજવી તે આજે આપણા બધાં ભારતીયોને પ્રેરણા આપે છે. ધન્ય છે બિહારની ભૂમિ, જ્યાં જેપી જેવા રાષ્ટ્રીય નાયકનો જન્મ થયો.