મંગળવારના રોજ ભારતના મિસાઇલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકરએ ટ્વીટ કરીને મિશાઇલ મેનને યાદ કર્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબ્દુલ કલામને જન્મદિન નિમીતે યાદ કરતા ટ્વીટ કર્યુ હતું અને કહ્યું કે તેમને 21મી સદીના સક્ષમ અને સમર્થ ભારતનું સપનું જોયું હતુ અને તે દિશામાં પોતાનું યોગદાન આપ્યું હતું. તેમનું આદર્શ જીવન દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતો રહેશે.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિને યાદ કરી જણાવ્યું હતુ કે તેઓ દેશના લોકોના દિલ અને દિમાગમાં હંમેશા જીવીત રહેશે. 'હું તેમની જયંતિ પર તેમને નમન કરું છું,
પ્રકાશ જાવડેકર પણ એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિન પર તેમને યાદ કર્યા હતાં અને જણાવ્યું હતું કે તેઓ ભારતના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ હતાં, તેમના જન્મદિને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે. તેઓ એક વાસ્તવિક શિક્ષક હતા અને વિદ્યાર્થીઓને ચાહતા હતા અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ Management શિલોંગ ખાતે પ્રવચન આપતી વખતે તેમનું અવસાન થયું હતું. હું ડો. અબ્દુલ કલામને નમન કરુ છું.