નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી અને કહ્યું કે તેની બહાદુરી વર્ષો સુધી ભારતને પ્રેરિત કરતી રહેશે.
વડાપ્રધાને મોદીએ ટ્વિટ કરતા કહ્યુ કે, 'હુ આજના દિવસે જલિયાવાલા બાગમાં બેરહમીથી મરનારા શહીદોને નમન કરૂ છુ. અમે તેની વીરતાને ક્યારેય નહી ભુલીએ.’
વડાપ્રધાને કહ્યું કે તેની વીરતા આવનારા કેટલાક વર્ષો સુધી ભારતીયોને પ્રેરિત કરશે. જણાવી દઇએ કે જલિયાવાલા બાગ હત્યાકાંડને આજે 101 વર્ષ પૂર્ણ થયા છે.
ઉલ્લેખનિય છે કે, 1919માં બ્રિગેડિયર જનરલ ડાયરના આદેશથી બ્રિતાની બલોએ અમૃતસરના જલિયાવાલા બાગમાં વૈશાખી મનાવવા માટે એકઠા થયેલા લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 400 લોકોના મોત નિપજ્યા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.