નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર શનિવારે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની પૂણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. ઇન્દિરા ગાંધી દેશના પહેલા મહિલા વડાપ્રધાન હતા.
મોદીએ ટ્વીટ કરી ઇન્દિરા ગાંધીને પૂણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી
આજના દિવસે 1984માં તેમની હત્યા કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી જાન્યુઆરી 1966થી માર્ચ 1977 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદ 1980માં બીજી વકત તેઓ પદ પર આવ્યા હતા. વર્ષ 1959થી 1960 સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા.
પીએમ મોદીએ ઇન્દિરા ગાંધીને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી વાલ્મીકી જયંતિ પર મોદીએ કર્યું ટ્વીટ
પીએમ મોદીએ શનિવારે વાલ્મીકી જયંતિ પર દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, સમાનતા અને ન્યાય પર આધારિત તેમના વિચાર દેશવાસીઓને પ્રરિત કરતા રહેશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, વાલ્મીકી જયંતિ પર આપ સૌને પણ ખુબ ખુબ શુભકામના. સમાનતા, ન્યાય પર આધારિત તેમના આદર્શ વિચારો દેશવાસીઓને સદૈવ પ્રરિત કરતા રહેશે.
રામાયણના રચાયિતા મહર્ષિ વાલ્મીકી
વડાપ્રધાને રેડિયો કાર્યક્રર્મ 'મન કી બાત' માં મહર્ષિ વાલ્મીકીને યાદ કર્યા હતા. ટ્વીટની સાથે તેમણે કહ્યું કે, વાલ્મીકીના આચાર વિચાર અને આદર્શ આજે ભારત માટે પ્રેરણા બની ચૂક્યા છે. મહર્ષિ વાલ્મીકીએ રામાયણની રચના કરી હતી.