ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલ્હાબાદ હાઇકોર્ટે PM મોદીને જાહેર કરી નોટીસ, 21 ઓગસ્ટે માગ્યો જવાબ - high court

પ્રયાગરાજ: અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસીથી માન્ય સંસદીય ચૂંટણીને પડકાર આપનારી એક ચૂંટણી અરજી પર નોટીસ આપી છે. ન્યાયમૂર્તિ એમ.કે.ગુપ્તાએ આ નોટીસ જાહેર કરતા તેની આગળની સુનાવણીની તારીખ 21 ઓગસ્ટ નક્કી કરી છે.

અલ્હાબાદ હાઇકોર્ટએ PM મોદીને જારી કરી નોટીસ, 21 ઓગસ્ટે માંગ્યો જવાબ

By

Published : Jul 20, 2019, 10:10 AM IST

આ ચૂંટણી અરજી સીમા સુરક્ષા બળના બરતરફ કરેલા જવાન તેજ બહાદુર યાદવ દ્વારા દાખલ કરવામાં આવી છે. યાદવને સમાજવાદી પાર્ટીએ વારાણસી લોકસભા સીટથી ઉમ્મેદવાર જાહેર કર્યો હતો, પરંતુ રિટર્નિંગ અધિકારી દ્વારા તેમનું નામાંકન પત્ર રદ કરવાથી તે ચૂંટણી લડી શક્યા નહોતા.

વારાણસીના જિલ્લા રિટર્નિંગ અધિકારીએ યાદવને આ પ્રમાણપત્ર પરત કરીને જમા કરાવા કહ્યું હતું કે, તેમને ભ્રષ્ટાચાર કે બેઇમાનીના કારણે બરતરફ કરવામાં આવ્યા નથી, પરંતુ પ્રમાણ દેવામાં નિષ્ફળ થવાને લીધે 1 મે 2019ના રોજ તેમનું નામાંકન પત્ર કરવામાં રદ્દ આવ્યું હતું.

અલ્હાબાદ હાઇકોર્ટએ PM મોદીને જારી કરી નોટીસ, 21 ઓગસ્ટે માંગ્યો જવાબ

તેજ બહાદુર યાદવે પોતાની ચૂંટણી અરજીમાં આરોપ લાવ્યો હતો કે, વારાણસીના રિટર્નિંગ અધિકારી દ્વારા મારું નામાંકન પત્ર ખોટી રીતે રદ્દ કરવામાં આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આ લોકસભા ચૂંટણી ન લડી શક્યો જે મારો સંવૈધાનિક અધિકાર છે.

તેમણે અદાલતમાં વડાપ્રધાનનો વારાણસીથી સાંસદ નિર્વાચનને ગેરકાયદેસર જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. યાદવે દલીલ કરી છે કે, તેમ તો મોદીએ પણ નામાંકન પત્રમાં પોતાના પરિવાર અંગે જણાવ્યું નહોતું, તેેથી તેમનું નામાંકન પત્ર પણ રદ થવું જોઇએ પણ કરવામાં આવ્યું નહોતું.

અરજદારના વકીલની દલીલ સાંભળ્યા પછી નામાંકન રદ કરતા પહેલા તેમના ક્લાયન્ટને તેમની બાજુ રાખવાની તક આપવામાં આવી ન હતી, ન્યાયમૂર્તિ એમ. કે. ગુપ્તાએ આ નોટિસ જારી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નિર્વાચિત સાંસદોની ચૂંટણીમાં પડકાર આપતા ન્યાયાલયમાં ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

રામપુર સંસદીય મતદારમંડળના આજમ ખાન, બદયૂંથી સંઘ મિત્ર મૌર્ય, મિર્જાપુરના અનુપ્રિયા પટેલ, ભદોહોથી રમેશ ચાંદ અને મછલી શહેરના ભોલા નાથને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે અને આ અરજીઓ બાકી છે.

ABOUT THE AUTHOR

...view details