ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હ્યુસ્ટન બાદ મિશન ન્યૂયૉર્ક પર PM મોદી, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ - pm modi on a mission trip

ન્યૂયૉર્ક: અમેરિકાના હ્યુસ્ટનમાં મેગા-શો બાદ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ન્યૂયૉર્ક પર છે. સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં જળવાયુ પરિવર્તન પર આયોજિત શિખર સંમેલનમાં ભાગ લેશે. આ કાર્યક્રમ ભારતીય સમયાનુસાર રાત્રે 7.30 કલાકે યોજાશે, ત્યારબાદ વડાપ્રધાન મોદી યુનિવર્સલ હેલ્થ કવરેજ પર ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનમાં ઐતિહાસિક કાર્યક્રમમાં હાઉડી મોદીમાં હાજરી આપ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGC)ના 74માં સત્રને સંબોધિત કરવા માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. મોદી રવિવારના રોજ રાત્રે 10 વાગ્યે જે.એમ.એફ.કે. અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે. તેઓ અહીં UNGCના વાર્ષિક સત્રને 27મી સેપ્ટમ્બરના રોજ સંબોધિત કરશે.તેઓ લગભગ એક અઠવાડિયા માટે ન્યૂયોર્કના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય તથા બહુપક્ષીય બેઠકોમાં હાજરી આપશે.

etv bharat

By

Published : Sep 23, 2019, 10:53 AM IST

Updated : Sep 23, 2019, 7:08 PM IST

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં દેશની ભાગીદારી અદ્ભુત હશે. મોદી વિદેશપ્રધાન એસ.જયશંકર તથા વિદેશ રાજ્ય પ્રધાન વી.મુરલીધરનથી 75થી અધિક દેશોના પ્રમુખ તથા વિદેશ પ્રધાનની મુલાકાત કરશે. મોદી સોમવારના રોજ સૌથી પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ચેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસ દ્વારા આયોજીત ઉચ્ચ સ્તરીય જલવાયુ પરિવર્તન શિખર સમેલનમાં હાજરી આપશે.

સંયુક્ત રાષ્ટ્ર 24 તથા 25 સપ્ટેમ્બરના રોજ વિકાસ લક્ષ્ય શિખર સમેલનમાં પણ ભાગ લેશે. મોદી 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ ચેમ્બરમાં એક વિશેષ કાર્યક્રમ રેલીવેન્સ ઓફ ગાંધી ઇન કન્ટેમ્પ્રેરી વર્લ્ડમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જંયતીના ભાગરૂપે આયોજીત કરવામાં આવ્યું છે. મોદી 25 સપ્ટેમ્બરના રોજ આયોજીત બ્લૂબર્ગ ગ્લોબલ બિઝનેસ સમિટમાં સંબોધન કરશે.

સંયુક્ત રાષ્ટ્રની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલી થાની, નાઈજિરિયાના રાષ્ટ્રપતિ મહમદોઉ ઈસોઉફઉ, ઈટલીની વડાપ્રધાન ગ્યૂસેપે કોંટે, યુનિસેફની કાર્યકારી નિર્દેશક હેનરિટા એચ ફોરને મળશે, ત્યારબાદ વડાપ્રધાન આતંકીઓ અને હિંસાને લઈ દુનિયાના કેટલાક નેતાઓ સાથે ચર્ચા કરશે.

આતંકવાદ અને ચરમપંથ વિરુદ્ધ વાત-ચીત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામિબિયાના રાષ્ટ્રપતિ હેજા ગિગોબ અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરશે.

Last Updated : Sep 23, 2019, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details