વારાણસી: 16 ફેબ્રુઆરીના રોજ તેમના લોકસભા મત વિસ્તાર વારાણસીની એક દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રિક્ષાચાલક મંગલ કેવટ સાથે મુલાકાત કરી હતી. જેણે તેની પુત્રીના લગ્નનું આમંત્રણ વડાપ્રધાનને મોકલ્યું હતું.
વડાપ્રધાને કેવત અને તેમના પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે પૂછપરછ કરી અને સ્વચ્છ ભારત અભિયાનમાં તેમના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. મહત્વનું છે કે, PM મોદીથી પ્રેરાઈને કેવતે પોતાના ગામમાં ગંગા કાંઠે સાફ-સફાઈ કરવાની તૈયારી કરી હતી. અગાઉ તેની પુત્રીના લગ્ન માટે વડાપ્રધાન દ્વારા અભિનંદન પત્ર મળતા ખુશી વ્યક્ત કરી હતી.