નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા વિવાદને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી.
ભારત-ચીન સરહદ વિવાદ, PM મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે કરી મુલાકાત - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે વડાપ્રધાનની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારત ઈતિહાસના ખૂબ જ નાજુક વળાંકમાંથી પસાર થઈ રહ્યું છે. દેશ એક સાથે અનેક આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યો છે. આપણી સામે આવતા પડકારોનો સામનો કરવા આપણે તૈયાર રહેવું જોઈએ.
આપને જણાવી દઈએ કે 15 જૂને પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં દેશના 20 જવાનો શહીદ થયા હતા. આ પછી, શુક્રવારે વડાપ્રધાન મોદીએ અચાનક લેહની મુલાકાત લીધી હતી અને સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.